Sweet Ghughra: દિવાળી સ્પેશિયલ ડ્રાયફ્રુટ માવા ઘુઘરાની રેસીપી


By Vanraj Dabhi10, Oct 2024 01:00 PMgujaratijagran.com

ડ્રાયફ્રુટ માવા ઘુઘરા

દરેક લોકોએ ઘુઘરા તો ખાધા હશે પરંતુ આજે અમે જામનગરના ફેમસ ડ્રાયફ્રુટ અને માવાના મીઠા ઘુઘરા બનાવવાની યુનિક રીત જણાવીશું.

સામગ્રી

મેંદાનો લોટ, ઘી, પાણી, દળેલી ખાંડ, રવો, કોપરાનું ખમણ, ઈલાયચી પાઉડર, તેલ.

સ્ટેપ-1

સૌપ્રથમ એક બોઉલમાં મેંદાનો લોટ, ઘી અને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી રવા અને પરાનું ખમણ ઉમેરીને મીડીયમ ગેસ પર હળવા શેકી લો.

સ્ટેપ-3

હવે મિશ્રણ 15 મિનિટ ઠંડુ થાય પછી તેમાં દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના લૂઆને રોટલની જેમ વણીને તેમાં બે ચમચી સ્ટફિંગ ભરી ઘુઘરાનો શેપ આપો.

સ્ટેપ-5

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ઘુઘરા તળી લોને પ્લેટમાં કાઢી લો.

સર્વ કરો

તૈયાર છે દિવાળી સ્પેશિયલ મીઠા ઘુઘરા રેસીપી, તમે ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dudhi Paratha Recipe: દૂધીના પરોઠા બનાવવાની યુનિક રેસીપી