તમે ચણાના લોટના પરોઠા, મગની દાળના પરોઠાઅને રવાના પરોઠા તો ખાધા જ હશે, પણ શું તમે ક્યારેય દૂધીના પરોઠા ટ્રાય કર્યા છે? જો નહીં, તો ચાલો જાણીએ તેની રેસીપી.
દૂધી, રવો, ચણાનો લોટ, લીલા મરચા, ચાટ મસાલો, મીઠું, કોથમરી, અજમો, લાલ મરચું પાઉડર, પાણી, તેલ.
સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારીને તેને છીણીને એક બાઉલમાં રાખો.
હવે તેમાં ચણાનો લોટ, રવો, મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, લીલું મરચું વગેરે ઉમેરીને લોટ તૈયાર કરો.
લોટમાંથી લૂઆ લઈ પરોઠા બનાવી એક પેન ગરમ કરો અને તેને તેલથી ગ્રીસ કરો.
હવે એક ચમચી નાખી પરોઠાને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
તૈયાર છે દૂધીના પરોઠા તમે તેને તીખી અને મીઠી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.