Tal Variyali Mukhwas: દિવાળી માટે ઘરે બનાવો તલ વરિયાળીનો મુખવાસ


By Vanraj Dabhi10, Oct 2024 11:59 AMgujaratijagran.com

મુખવાસ રેસીપી

દિવાળી પર ઘરે મહેમાનો આવતા હોય, આજે અમે તમને બહાર જેવો તલ-વરિયાળીનો મુખવાસ ઘરે બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

તલ, વરીયાળી, અજમો, મીઠું, હળદર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક થાળીમાં તલની વચ્ચે હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે બીજી એક થાળીમાં વરીયાળી, હળદર,મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિકસ કરી લો.

સ્ટેપ-3

હવે ત્રીજી થાળીમાં અજમો, હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં એક પછી એક એમ ત્રણેય સામગ્રીને હળવી શેકી લો.

સ્ટેપ-5

હવે એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે તલ અને વરિયાળીનો મુખવાસ, તમે ભોજન લીધા પછી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાકઈ-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારત ઈઝરાયેલથી કઈ-કઈ વસ્તુઓની કરે છે આયાત તે જાણો