પરાઠા સાથે ટામેટાની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, આ રીતે ઘરે બનાવો


By Vanraj Dabhi16, Nov 2023 08:59 AMgujaratijagran.com

ટામેટાની ચટણી પરાઠા સાથે ખાવ

મસાલેદાર ટમેટાની ચટણી પણ ખાધી હશે પરંતુ શું તમે ક્યારેય મીઠી ટમેટાની ચટણીનો સ્વાદ ચાખ્યો છે? આ ચટણી પરાઠા, પુરી અને કચોરી સાથે સરસ લાગે છે. ચાલો તેને બનાવવાની સરળ રીત જાણીએ.

સામગ્રી

ટામેટા- 4-5 સમારેલા, તેલ - 1 ચમચી, લીલા મરચા - 1-2 સમારેલા, ખાંડ અથવા ગોળ - 3-4 ચમચી, લાલ મરચું પાવડર- અડધી ચમચી, હળદર પાવડર - 1/4 ચમચી, મીઠું - સ્વાદ મુજબ, જીરું પાવડર - 1/4 ચમચી.

સ્ટેપ- 1

સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં સરસવ અને જીરું નાખીને તેને પકાવો.

સ્ટેપ-2

મસાલા પછી તેમાં સમારેલાં ટામેટાં અને સમારેલાં લીલાં મરચાં નાખીને ચમચી વડે મિક્સ કરો અને પછી ગેસ ધીમો કરો અને ઢાંકી દો.

You may also like

Recipe: આ રીતે ઘરે બનાવો ચટકેદાર ગોળ અને ટામેટાની ચટણી, એકવાર ખાશો તો કાયમ માટે

એકદમ નવી છે તડકા ચટણીની આ રેસિપી, ફીક્કી રસોઈને પણ બનાવશે સ્વાદિષ્ટ

સ્ટેપ-4

હવે મીઠા સ્વાદ માટે ખાંડ અથવા ગોળ નાખીને ચમચીની મદદથી મિક્સ કરો.

સ્ટેપ-5

જરૂર મુજબ પાણી ઉમેરો અને ઉકળ્યા પછી આગ બંધ કરી દો. ટમેટાની મીઠી ચટણી તૈયાર છે.

સ્ટેપ-6

તમે ટામેટાંને પીસીને પણ ચટણી બનાવી શકો છો. આ ચટણીને પરાઠા અને પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરો, સ્વાદમાં વધારો થશે.

વાંચતા રહો

તમે મીઠી ટમેટાની ચટણી પણ બનાવી શકો છો, રેસીપી ગમે તો શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાપાન, જર્મનીને પાછળ રાખી ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે