નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ રાખી વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
વૈશ્વિક પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે આ વર્ષે ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકાથી નીચો રહેવાનો અંદાજ છે. ભારતના અર્થતંત્રની વૃદ્ધિ સાત ટકાથી થોડો ઓછો રહેશે.
તે દુનિયાનું મુખ્ય અર્થતંત્રજ્ઞ પૈકીનું એક મહત્વનું અર્થતંત્ર છે. ભારતીય અર્થતંત્રનું ભવિશ્ય ઉજ્જવળ છે.
સીતારમણે કહ્યું કે હિન્દ-પ્રશાંતને અસર કરનાર સમકાલીન સંઘર્ષ જેવા કે યુક્રેન યુદ્ધ, ઈઝરાયેલ કે યમન સંકટની સ્થિતિમાં પણ ભારતનું અર્થતંત્ર વધારે સારી કામગીરી કરી રહ્યું છે.