ભારતની નિકાસ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં 6.21 ટકા વધીને રૂપિયા 33.57 અબજ ડોલર થઈ છે.
બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર,2022માં તે 31.6 અબજ ડોલર હતું.
સમીક્ષા હેઠળની અવધિમાં આયાત પણ 12.29 ટકા વધી 65.03 અબજ ડોલર હતી, જ્યારે ઓક્ટોબર 2022માં તે 57.91 અબજ ડોલર હતું.
વર્તમાન નાણાકીય વર્ષ 2023-24ની એપ્રિલ-ઓક્ટોબરની અવધિમાં નિકાસ સાત ટકા ઘટી 244.89 અબજ ડોલર રહી છે.