Swapna Shastra : આ 5 પ્રકારના સ્વપ્નોમાં સફળતા અને કષ્ટના સંકેતો છૂપાયેલા છે
By Jagran Gujarati21, Jan 2023 11:55 AMgujaratijagran.com
અમુક સ્વપ્ન તમને નજીકના ભવિષ્યમાં સફળતા મળશે તેવા સંકેતો આપે છે. જ્યારે અમુક નુકસાન અને કષ્ટ આપશે તેવા સંકેત આપશે. આવો તેમાના કેટલાક સ્વપ્ન&&વિશે જાણીએ.સ્વપ્નના સંકેત
જો તમને સ્વપ્નમાં ઘુવડ દેખાય તો તે એક અશુભ સંકેત માનવામાં આવે છે. ધનની હાની ઉપરાંત બીજી અશુભ ઘટના બની શકે છે.ઘુવડ
જો તમને એવું સ્વપ્ન આવે કે કોઈ તમારું ખીસ્સુ કાપે તો તે અશુભ માનવમાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે આગામી દિવસોમાં આર્થિક સંકટ આવી શકે છે. સ્વપ્નમાં ફાટેલું ખીસ્સુ દેખાય તો તે દરિદ્રતાનો સંકેત છે.&ખીસ્સુ કપાવું
સ્વપ્નમાં જો તમને કેરીઓથી ભરેલો આંબો જોવા મળે તો આ સંકેત દર્શાવે છે કે ઘરમાં ખુશીઓ આવશે.&સપનામાં આંબાનું વૃક્ષ
જો તમને સ્વપ્નમાં સાપ દેખાય તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. એટલે કે તમારા ઘરમાં સંતાનનો જન્મ થઈ શકે છે. આ સંકેત ધનલાભને પણ દર્શાવે છે.સાપ
જો તમારા સ્વપ્નમાં એક સાથે હજારો પોપટ જોવા મળે તો તેને શુભ માનવમાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે.પોપટ
આ સંકેતને શુભ માનવામાં આવે છે. તેનાથી નોકરી અને ધંધામાં પ્રગતી થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.પાણીનું સ્વપ્ન