વિન્ડ પાવર સેક્ટરની અગ્રણી કંપની સુઝલોન એનર્જીના શેરોમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી રહી છે. ગત શુક્રવારે 95 પૈસા સુધરી રૂપિયા 32.35 થયો છે.
આશરે રૂપિયા 43550 કરોડનું માર્કેટ કેપ ધરાવતી સુઝલોન એનર્જીના શેર 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 34 અને 52 સપ્તાહની નીચી સપાટી 6.95 છે.
કંપનીના શેરોએ રોકાણકારોને 6 મહિનામાં 300 ટકા, 1 વર્ષમાં 308 ટકા વળતર આપ્યું છે. 27મી માર્ચ 2020ના રોજ શેરનો ભાવ રૂપિયા 1.70 થઈ ગયો હતો
તાજેતરમાં કંપનીને 50 મેગાવોટના વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે,જે વર્ષ 2025માં શરૂ કરવામાં આવશે