વીતેલા સપ્તાહમાં ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓના સંયુક્ત બજાર મૂડીકરણમાં રૂપિયા 1,93,181.15 કરોડનું ધોવાણ થયું છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને HDFC બેન્કના બજાર મૂડીકરણમાં સૌથી વધારે ધોવાણ થયું હતું. ગયા સપ્તાહમાં સેન્સેક્સ 1,614.82 પોઇન્ટ ગગડ્યો હતો.
TCSનું બજાર મૂડીકરણ રૂપિયા 52,580.57 કરોડ ઘટીને રૂપિયા 12,25,983.46 અને HDFC બેન્કનું M-Cap 40,562.71 કરોડ ઘટી રૂપિયા 11,14,185.78 કરોડ થયું છે.
આ ઉપરાંત રિલયન્સ ઈન્ડસ્ટ્રીઝનું M-Cap રૂપિયા 22,935.65 કરોડ ગગડીને રૂપિયા 15,32,595.88 કરોડ તથા ઈન્ફોસિસનું રૂપિયા 19,320.04 કરોડ ગગડ્યું છે.