ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે આ મહિને અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટી બજારોમાંથી આશરે રૂપિયા 20,300 કરોડનું રોકાણ પાછુ ખેંચ્યું છે.
ખાસ કરીને US ટ્રેઝરી યીલ્ડમાં તીવ્ર ઉછાળો આવતા અને ઈઝરાયેલ-હમાસ વિવાદ વચ્ચે અનિશ્ચિતતાને પગલે વેચવાલીનું દબાણ વધ્યુ છે.
હવે આગામી સમયમાં યુએસ ફેડરલ રિઝર્વની બેઠક, વૈશ્વિક આર્થિક વિકસ સહિતના કેટલાક પરિબળો FPIના રોકાણ પ્રવાહને લઈ મહત્વની અસર કરી શકે છે
ટૂંકા ગાળામાં FPI વૈશ્વિક અનિશ્ચિતતા અને અમેરિકામાં વ્યાજ દરોમાં વધારો થવાની શક્યતા વચ્ચે સાવચેતીભર્યું વલણ અપનાવી શકે છે.