હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના કુલ વેચાણમાં આ વર્ષે સ્પોર્ટ્સ યુટીલિટી વાહનો (SUV)ની હિસ્સેદારી વધીને 60 ટકાથી વધારે રહેવાની આશા છે.
કંપનીના કુલ વેચાણમાં SUVનું યોગદાન ઓક્ટોબરમાં 63 ટકા થઈ ગયું છે અને આ વર્ષે અત્યાર સુધીમાં તે 59 ટકા થઈ ગયું છે. જ્યારે ઉદ્યોગ માટે તે 48 ટકા છે.
વર્ષ 2023માં ઓક્ટોબરમાં 68,728 યુનિટનું વેચાણ થયું છે. એક વર્ષ અગાઉ આ મહિનામાં 58,006 યુનિટ હતું. આ રીતે ઓક્ટોબરમાં વેચાણ 18.48 ટકા થયું છે.
વર્ષ જાન્યુઆરી-ઓક્ટોબરની અવધિમાં કંપનીનું કુલ વેચાણ 6,43,535 યુનિટ રહ્યું છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં 5,78,956 યુનિટના આંકડાથી 11.15 ટકા વધારે છે.