એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે દેશમાં 9.4 ટકા વધ્યો વીજળીનો વપરાશ


By Nileshkumar Zinzuwadiya05, Nov 2023 05:02 PMgujaratijagran.com

દેશમાં વીજળીનો વપરાશ

દેશમાં વીજળીનો વપરાશ એપ્રિલ-ઓક્ટોબર, 2023માં વાર્ષિક આધાર પર 9.4 ટકા વધી 984.39 અબજ યુનિટ રહી છે. ગત વર્ષના પ્રથમ સાત મહિનામાં વીજળીનો વપરાશ 899.95 અબજ યુનિટ હતો.

વ્યસ્ત સમયમાં વધારે વીજળીની માંગ

વ્યસ્ત સમયમાં વધારે વીજળીની માંગ એપ્રિલ-ઓક્ટોબર,2023માં લગભગ 242 ગીગાવોટ રહી, જે ગત નાણાકીય વર્ષની સમાન અવધિમાં 215.88 ગીગાવોટ રહી હતી.

તહેવારોની સિઝન

દેશમાં વીજળીનો વપરાશ ઓક્ટોબરમાં આશરે 22 ટકા વધી 138.94 અબજ યુનિટ રહ્યું છે, તહેવારોની સિઝન સાથે આર્થિક પ્રવૃત્તિ વધવાથી તેમાં વધારો થયો છે.

ગરમીની સિઝનમાં

આ સાથે એવો અંદાજ છે કે ગરમીની સિઝનમાં વીજળીની માંગ 229 ગીગાવોટ સુધી પહોંચી શકે છે.

કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો