સૂર્યના શુભ પ્રભાવથી સરકારી નોકરી મળે છે. શાસન- પ્રશાસનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે. ઓફિસમાં અધિકારીઓ સાથે, ઘરમાં પિતા સાથે સારા સંબંધો રહેશે.
નીચ રાશીમાં સૂર્ય હોવાથી આંખ અને હૃદય રોગની સમસ્યા થવાની શક્યતાઓ રહે છે. જ્યોતિષમાં સૂર્ય ગ્રહને સકારાત્મક કરવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે.
જન્મકુંડળીમાં સૂર્યદેવને મજબૂત સ્થિતિમાં લાવવા માટે દર રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કર્યા પછી પીપળના વૃક્ષ નીચે ચાર દિવેટવાળો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી સૂર્ય મજબૂત થશે.
સૂર્યદેવને મજબૂત સ્થિતિમાં લાવવા માટે રવિવારે આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરો. આ પાઠની સાથે ऊं सूर्याय. नमः, ऊं हीं हीं सूर्याय नमः, ऊं धृणिः सूर्यादित्योम અને ऊं हां हीं हौं જાપ કરો.
સૂર્યના શુભ પ્રભાવની પ્રાપ્તિ માટે દર રવિવારે તાંબા અને ઘંઉનું દાન જરૂરિયાતવાળી વ્યક્તિ અથવા ગરીબને કરવું જોઇએ. આમ કરવાથી તમને સૂર્યદોષથી મુક્તિ મળશે.
દરરોજ સૂર્યદેવને જળ ચઢાવવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ સુધરે છે. સૂર્યદેવને જળ તાંબાના વાસણમાં હળદર મિક્સ કરીને ચઢાવો. આમ કરવાથી સૂર્યની કૃપા પાપ્ત થાય છે.
જ્યોતિષ પ્રમાણે જન્મકુંડળીમાં સૂર્ય નબળો હોય તો, ક્યારેય રવિવારના દિવસે તેલ, મીઠું ના ખાવું જોઇે. કેમ કે, મીઠું ખાવાથી સૂર્યદેવ રિસાઇ જાય છે.