સવારે ઉઠીને કઈ ચીજ-વસ્તુ જોવી શુભ ગણાય છે, તે અંગે વિસ્તૃતથી જાણીએ જ્યોતિષાચાર્ય ડૉ. રાધાકાંત વત્સ પાસેથી.
સવારે આંખ ખુલતાં જ જો પક્ષીઓનો કલરવ સાંભળવા મળે તો સમજી લેવું કે તમારા આખો દિવસ ઘણો જ સારો પસાર થશે.
સવારમાં કોઈ સૌભાગ્યવતી મહિલા પૂજાની થાળી સાથે જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમને કોઈ મોટું કામ મળવાનું છે.
જો કોઈ વ્યક્તિની સવાર સફેદ ફુલ જોતાંની સાથે થાય તો તેને અર્થ એ છે કે તે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા વરસવાની છે.
સવારે આંખ ખોલ્યા બાદ જો દૂધ કે દહીં જોવા મળે તો આ ઘણો સારો સંકેત છે. જે તમારા સારા ભાગ્ય તરફ ઈશારો કરે છે.
સવારમાં જો ગાય દેખાય જાય તો તે વાત ઘણી જ શુભ ગણાય છે. તમારા ભાગ્યના દ્વાર ખુલી શકે છે. ધન લાભની પણ શક્યતા રહે છે.
સવારમાં ઉઠીને મંદિરમાંથી ઘંટરાવનો અવાજ આવે તો કોઈ શુભ સમાચાર મળી શકે છે. આવું થાય તો તમારા કોઈ અટકેલા કામ પણ પૂરાં થઈ શકે છે.