દરરોજ 10 મિનિટ સૂર્ય નમસ્કાર કરો, આ રોગો રહેશે તમારાથી દૂર


By Sanket M Parekh12, Sep 2023 03:34 PMgujaratijagran.com

સૂર્ય નમસ્કાર

સૂર્ય નમસ્કાર વિશે તમે ઘણું સાંભળ્યું હશે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે, જો તમને દરરોજ નિયમિત તેને કરો તો.

સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા

એવામાં અમે આજે તમને જણાવીશું કે, સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવામાં આવે છે અને તેનાથી શરીરને શું ફાયદા થઈ શકે છે.

12 પોઝ

સૂર્ય નમસ્કારમાં 12 પોઝ હોય છે, જે આપણાં 7 ચક્રોને સક્રિય કરવાનું કામ કરે છે.

પાચન ક્રિયા મજબૂત બનશે

જો તમે દરરોજ સૂર્ય નમસ્કાર કરો છો, તો તમારી પાચન ક્રિયા મજબૂત બનશે અને પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યા દૂર થશે.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમને વધી રહેલા વજનથી પરેશાન હોવ, તો સૂર્ય નમસ્કાર તમારી આ સમસ્યાને ખતમ કરી શકે છે. સૂર્ય નમસ્કારના દરોક પોઝમાં તાકાત લગાવવી પડે છે.

શરીર લચીલુ બનશે

સૂર્ય નમસ્કાર એક એવી કસરત છે, જે તમારા શરીરને લચીલુ બનાવવામાં મદદ કરે છે. તેનાથી તમને વધારે નમવામાં તકલીફ નથી પડતી.

હાડકા મજબૂત

સૂર્ય નમસ્કાર કરવાથી આપણને માત્ર વિટામિન-ડી જ નથી મળતુ, પરંતુ આપણા હાડકા પણ મજબૂત બને છે અને અનેક બીમારીઓ આપણાથી દૂર રહે છે.

રોટલી પર ઘી લગાવવું કેમ જરૂરી? જાણો તેના ફાયદા