રોટલી પર ઘી લગાવીની ખાવાની પરંપરા વર્ષો જૂની છે, પરંતુ શું તમે જાણો છો આ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. જો ના, તો આવો જાણીએ તેના ફાયદા વિશે.
રોટલી પર દેશી ઘી લગાવીને ખાવાથી માણસનું શરીર મજબૂત બને છે. રોટલી પર ઘી લગાવવાથી શરીરને કાર્બોહાઇટ્રે અને ફેટ સંતુલિત માત્રામાં મળે છે. કાર્બોહાઇટ્રેટ શરીરને એનર્જી આપે છે અને ઘી હાડકા મજબૂત કરે છે.
ઘરીની અંદર એન્ટિ-ઓક્સિડેન્ટ રહેલું હોય છે, આ સ્કિનને ગ્લોઇંગ બનાવવામાં મદદ કેર છે. એક ચમચી ઘી ખાવાથી સ્કિન યંગ રહે છે અને ચહેરા પર કરચલીઓની સમસ્યા દૂર થાય છે. રોટલીના સેવનથી શરીરને તાકાત મળે છે.
જણાવી દઇએ કે ઘીમાં વિટામિન કે, ડી વગેરે જેવા ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે. જે શરીરની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. રોટલી પર ઘી લગાવીને ખાવાથી માણસમાં ઘણી બીમારીઓ અને સંક્રમણોથી પોતાનો બચાવ કરી શકે છે.
જો ખોરાક ઝડપથી પચતો નથી તો પેટનેલગતી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘી લગાવીને રોટલી ખાવાથી લિવરના પાચનને લગતા એન્જાઇમાં એક્ટિવ થાય છે. આનાથી પટેની સમસ્યાથી છુટકારો મળી શકે છે.
રોટલી પર ઘી લગાવવાથી સ્ત્રી અને પુરુષો બંનેના જેનિચલ અંગોને મજબૂતી મળે છે. ઘી જેનિટલ એરિયા માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી હોર્મોન સંતુલિત રહે છે.
દેશી ઘીમાં મોનોસેચ્યુરેટેડ ઓમેગા-3 ફેટી એસિડ રહેલું હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક હોય છે. ઘી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલનો વધારો કરે છે. ઘીનું સેવન આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તમને જાણીને નવાઇ લાગશે કે રોટલી પર ઘી લગાવીને ખાવાથી સ્થૂળતા વધતી નથી. દેશી ઘી મેટાબોલિઝમ બરાબર રાખે છે, જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.