લાંબા સમયથી કબજિયાતથી પરેશાન છો, છુટકારો મેળવવા આ બીજનું સેવન કરો


By Vanraj Dabhi12, Sep 2023 02:28 PMgujaratijagran.com

જાણો

કબજિયાત એક એવી સ્થિતિ છે જે તમને દિવસભર પરેશાન કરી શકે છે,જો ખાવાની આદતો યોગ્ય ન હોય તો આ સમસ્યા થઈ શકે છે, આવી સ્થિતિમાં તમે ચિયાના બીજનું સેવન કરીને વર્ષો જૂની કબજિયાતમાંથી રાહત મેળવી શકો છો.

ચિયા સિડ્સ પીવો

આ માટે ચિયાના બીજ,લીંબુનો રસ અને પાણીને એકસાથે મિક્સ કરો અને તેને આખી રાત રાખી મૂકો અને સવારે ઉઠ્યા પછી આ પીણાનું સેવન કરી શકો છો, તેનાથી તમને કબજિયાતથી રાહત મળશે.

ફાઈબરનો સ્ત્રોત

ચિયા સીડ્સમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે, આવી સ્થિતિમાં ફાઈબરની યોગ્ય માત્રા લેવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી શકે છે.

એન્ટીઓક્સીડેન્ટ

તેમાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે,લીંબુના રસમાં જ સાઇટ્રિક એસિડ હોય છે જે પેટને અંદરથી સાફ કરે છે.આવી સ્થિતિમાં આ પીવું તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે.

પેટ ફૂલવાની સમસ્યા

ચિયા સીડ્સ વાળું આ પીણું પીવાથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થઈ શકે છે, તેનાથી એસિડિટીથી પણ રાહત મળી શકે છે.

વજન ઘટાડે

આ પીણું તમારા પેટને સાફ કરવાની સાથે સાથે વજન પણ ઘટાડવામાં મદદ કરે છે, આ મેટાબોલિઝમને વધારે છે.

પેટને સાફ કરે

આ પીણાની મદદથી પેટમાં રહેલી ગંદકીને સંપૂર્ણ રીતે સાફ કરી શકાય છે,આ ઉપરાંત તેનું સેવન કરવાથી તમને ભૂખ પણ ઓછી લાગે છે અને તમે વધુ પડતુ ખાવાથી બચી શકો છો.

ચિયા પીણું કેવી રીતે બનાવવું

બે ચમચી ચિયા બીજ લો,તેને એક કપ પાણીમાં મિક્સ કરો,થોડી વાર રહેવા દો પછી તેમાં એક લીંબુનો ટુકડો નિચોવીને મિક્સ કરો અને મીઠું પણ નાખી શકો છો.

વાંચતા રહો

તમે ચિયા સીડ્સનું આ પીણું પણ અજમાવી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દિવસની શરૂઆત આ હેલ્દી ફૂડ્સથી કરો, તમે રહેશો ઉર્જાવાન