સવારે હળવો, પૌષ્ટિક અને સરળતાથી સુપાચ્ય આહારખાવાથી તમારો દિવસ સારો બનાવવામાં મદદ મળે છે,ચાલો જાણીએ કેટલાક હેલ્દી ખોરાક વિશે,જેનું સેવન તમે પણ કરી શકો છો.
નાસ્તા માટે સોજી ઉપમા ઉત્તમ વિકલ્પ છે, તમે તમારી પસંદગીના શાકભાજી સાથે ઉપમા બનાવી શકો છો, આ વાનગી એકદમ હેલ્દી અને સુપાચ્ય માનવામાં આવે છે.
તમે રવા,ચોખા,ઓટ્સ વગેરેમાંથી ઈડલી બનાવી શકો છો,ઈડલી ઓરોગ્યપ્રદ અને સુપાચ્ય ગણવામાં આવે છે,તેને સવારના નાસ્તામાં ખાવામાં આવે છે.
તમે તેમાં તમારી પસંદગીના શાકભાજી ઉમેરીને નમકીન સેવર્ડ બનાવી શકો છો,નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે.
તમે મગની દાળને પીસીને નાસ્તામાં હેલ્દી પૂડલા બનાવી શકો છો,તેને બનાવવા માટે દાળને આખી રાત પલાળી રાખો અને સવારે તરત જ પીસી લો.
તમે ચણાની દાળ,ચણાનો લોટ,ચોખા વગેરેમાંથી ઢોકળા બનાવી શકો છો. આ વાનગી સુપાચ્ય અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે, નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.
સ્પ્રાઉટ્સમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે,જો તમારે ચોમાસામાં નાસ્તામાં સ્પ્રાઉટ્સ ખાવા હોય તો તેને કાચા ખાવાને બદલે તેને થોડું ઉકાળીને ખાવ,તે વધુ હેલ્દી રહેશે.
તમે પ્રોટીનયુક્ત ઈંડાને ઉકાળી શકો છો અથવા ઓમલેટ બનાવી શકો છો અને તેને નાસ્તામાં ખાઈ શકો છો. નાસ્તામાં ઈંડા અને ઈંડાની બનાવેલી વાનગીઓ ખૂબ જ ફાયદાકારક છે.
નાસ્તા માટે પોરીજએ એક સરળ અને આરોગ્યપ્રદ વિકલ્પ છે, તમે તેને તૈયાર કરીને તરત ખાઈ શકો છો.
તમારે તમારી દિવસની શરૂઆત માટે આ હેલ્દી બ્રેકફાસ્ટનો પણ સમાવેશ કરવો જોઈએ, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.