આમ તો સપ્તાહના સાતેય દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જે પૈકી રવિવારનો દિવસ સૂર્યદેવ માટે હોય છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી વ્યક્તિ જીવનમાં અપાર સફળતા મેળવે છે.
હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર , સૂર્ય દેવ 17 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર સુધી તેજ રાશિમાં રહેશે. આ દરમિયાન કેટલીક રાશિઓના જાતકોને જબરદસ્ત લાભ મળી શકે છે.
આજે અમે આપને જણાવીશું કે, સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી કઈ રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે, તો ચાલો આ લકી રાશિઓ વિશે વિગતવાર જાણીએ, જેથી આપને સાચી માહિતી મળી શકે.
આ રાશિના જાતકોના જીવનમાં સૂર્યનું ગોચર એક નવી સવાર લઈને આવશે. આ સમય દરમિયાન તમારા સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. આકસ્મિક ધન લાભ થશે. તમારા વર્ષોથી અટકેલા કામો પણ એક પછી એક પુરા થવા માંડશે. જૂના રોકાણ પર સારું વળતર મળી શકે છે.
આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારી કોઈ મોટી મનોકામના પૂરી થશે. રોકાણથી બમણો ધન લાભ થશે. પરિવારના સભ્યોની આવક ઝડપથી વધશે.
તમને કારોબારમાં લાભ મળી શકે છે. ધર્મ-કર્મમાં રૂચિ વધશે. તમને શત્રુઓ પર જીત મળશે. તમારી આવકમાં વધારો થશે. રોકાણ માટે ઉત્તમ સમય છે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મોટા અધિકારીઓ પાસેથી તમને વિશેષ લાભ મળશે. કરિયરમાં પ્રમોશનના યોગ છે અને કરિયરમાં સફળ થવાની પૂરી સંભાવના છે.