સવારે સૂર્ય દેવને જળ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. આ નિયમિત રીતે કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણા ફાયદા થાય છે.
પ્રશ્ર એ થાય છે કે સૂર્ય ભગવાનને અરાધના અર્પણ કરવાનો શુભ સમય કયો છે.જોકે મોટાભાગના લોકો જળ અર્પણ કરવાના સમયને લઈને મૂંઝવણમાં રહે છે.
પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રીના જણાવ્યા અનુંસાર સવારે 6:15 થી 6:45 વચ્ચે સૂર્ય દેવને જળ આરાદ્ય કરવું જોઈએ.
જ્યોતિષશાસ્ત્રી કહે છે કે સવારનો આ સમય એટલો શુભ છે કે તમે આ સમય દરમિયાન સ્નાન કર્યા વિના પણ સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો.
સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખવું અને પાણીના વાસણમાં રોલી અથવા ચંદન મૂકવું જરૂરી માનવામાં આવે છે.
દરરોજ સવારે સૂર્યને જળ અર્પિત કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
સૂર્યને જળ અર્પિત કરવાથી વ્યક્તિની મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે.
એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય આપે છે,સમાજમાં તેનું માન-સન્માન સતત વધતું રહે છે.
ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા આવા અન્ય સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.