White Dhokla: સુરતી ઇદડા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi21, Sep 2024 04:07 PMgujaratijagran.com

ઇદડા રેસીપી

ઇદડા એક પ્રકારના ખાટ્ટા ઢોકળા જેવી રેસીપી છે, જે સુરતની ફેમસ વાનગી તરીકે પ્રચલિત થઈ છે, ચાલો જાણીએ તેની રસળ રેસીપી.

સામગ્રી

ચોખા, અડદની દાળ, દહીં, મીઠું, લાલ મરચું પાઉડર, સંચળ, મીઠા લીમડાના પાન, રાઈ-જીરું, તલ, હિંગ, ઈનો, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ અડદની દાળ અને ચોખા ધોઈને 5 કલાક પલાળી દો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં પલાળેલા દાળ-ચોખા અને દહીં નાખી ક્રશ કરી ખીરું તૈયાર કરો.

સ્ટેપ-3

બેટરને 7 કલાક સુધી આથો આવવા મૂકી દો. પછી તેમાં મીઠું અને મરચું,સંચળ,અને ઇનો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક ગેસ પર સ્ટીમરમાં પાણી ગરમ કરી એક પ્લેટમાં તેલ ગ્રીસ કરી તેમાં બેટર રેડી 15 મિનિટ સ્ટીમ કરો.

સ્ટેપ-5

એક વઘારિયામાં તેલ મૂકી રાઈ,જીરું,લીમડો,તલ ને હિંગ નાખી વઘાર કરી ઇડદા પર રેડો.

સર્વ કરો

તૈયાર છે સુરતી સ્ટાઈલ ઇદડાની રેસીપી તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Dosa: સુરતીની ફેમસ વાનગી મૈસુર મસાલા ભાજી ઢોસા બનાવવાની રીત