Masala Dosa: સુરતીની ફેમસ વાનગી મૈસુર મસાલા ભાજી ઢોસા બનાવવાની રીત


By Vanraj Dabhi21, Sep 2024 12:11 PMgujaratijagran.com

મૈસુર મસાલા ઢોસા

આ સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા છે, જે સ્વાદમાં લાજવાબ અને ખુબ જ ટેસ્ટી લાગે છે, નોંધી લો આ સરળ રેસીપી.

સામગ્રી

મગની દાળ, લીલા મરચા, આદુ, હિંગ, મીઠું, હળદર, પાણી, લસણ, લીલી ડુંગળી, બટાકા, લાલ મરચું પાવડર, પાવભાજી મસાલો, તેલ, માખણ, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈ પાણીમાં 8 કલાક પલાળીને પછી તે મિક્સરમાં થોડું પાણી ઉમેરી પીસીને બેટર તૈયાર કરી લો.

સ્ટેપ-2

હવે એ જ મિક્સર જારમાં લસણ,આખા લાલ મરચાં,મીઠું અને થોડું પાણી ઉમેરીને પીસી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળીને તેમાં લીલું લસણ-ડુંગળી,ટમેટીની પ્યુરી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે જીરું,ડુંગળી,ટામેટાં,મીઠો લીમડો,હળદર અને બાફેલા બટાકાની મેસ ઉમેરીને તેમાં મીઠું,લીંબુનો રસ,કોથમીર પાણી નાખી મિક્સ કરીને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર બેટર રેડીને ફેલાવી દો,પછી તેની ઉપર તલ છાંટીને ક્રિસ્પી ઢોસો તૈયાર કરી લો.

સર્વ કરો

તૈયાર છે આપણી મૈસુર મસાલા ભાજી ઢોસાની રેસીપી, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Besan Curry: ચણાના લોટની કઢી બનાવવાની યુનિક રેસીપી