Besan Curry: ચણાના લોટની કઢી બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi21, Sep 2024 11:44 AMgujaratijagran.com

ચણાના લોટની કઢી

ચણાના લોટમાંથી તમે ઘણી પ્રકારના શાક ટ્રાય કર્યા હશે, પરતું આજે અમે તમને ચણાના લોટની કઢી બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

જીરું, લીલા મરચા, લસણ, મીઠો લીમડો, ડુંગળી, હિંગ, હળદર, રાઈ, બેસન, પાણી, તેલ, મીઠું, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલી મરચા, લસણ અને જીરું નાખીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, મીઠું, અને થોડું પાણી ઉમેરીને બેટર બનાવી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, મીઠો લીમડો, ડુંગળી, હળદર, હિંગ, લસણ-મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે ચણાના લોટનું મિશ્રણ ઉમેરીને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-5

હવે મિશ્રણ ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી તેમાં કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે ચણાના લોટની કઢી તમે રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bhinda Nu Shaak: ભીંડા બટેટાંનું શાક બનાવવાની યુનિક રેસીપી