દર વર્ષે, 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, સાયકલ એ સૌથી સારી શારીરીક કસરત માનવામાં આવે છે. આવો જાણીએ સાયકલ ચલાવવાનાં આ અદ્ભૂત ફાયદા વિશે.
નિયમિત સાયકલ ચલાવવાથી તમે તમારા વજનને નિયંત્રણમાં લાવી શકો છો. આ સિવાય સાયકલ ચલાવવાથી પાચનને સારુ થાય છે અને પેટનુું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે
સાયકલ ચલાવવું હૃદયનું સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે. આનાથી લોહીનું પરિભ્રમણ સારુ થાય છે
દરરોજ સાયકલ ચલાવવાથી શરીરમાં લોહી અને અને ઓક્સિજનનો સંગ્રહ થાય છે, આનાથી સ્નાયુઓના સ્વાસ્થ્યને પણ ટેકો મળે છે
સાયકલ ચલાવાથી પગ અને સાંધાને મજબૂત બનાવામાં મદદ મળે છે
સાયકલ ચલાવાથી પગ અને સાંધાને મજબૂત બનાવામાં મદદ મળે છે
દરરોજ સાયકલ ચલાવવાથી ફેફસાના કાર્યમાં સુધારો થઈ શકે છે, જેના પરિણામે ફેફસામાં ઓક્સિજનનો પુરવઠો વધે છે
ડો મોહનના ડાયાબિટીસ સ્પેશિયાલિટી સેન્ટર, ગોપાલપુરમ, ચેન્નાઈ ખાતે કન્સલ્ટન્ટ ડાયાબીટોલોજિસ્ટ ડો. જગદીશ પી.એસ.એ આ આ માહિતી અમારી સાથે શેર કરી હતી