શેકેલા ચણા ખાવાના 5 અદ્ભુત ફાયદા જાણી લો


By Smith Taral22, Mar 2024 04:49 PMgujaratijagran.com

શેકેલા ચણા એક સુપરફૂડ છે જો તમે વજન ઘટાડવા માટે ડાયેટ કરી રહ્યા હોવ તો તમારે તેમા શેકલા ચણાનો જરુરથી સમાવેશ કરવો જોઈએ. ચાલો જાણીએ શેકેલા ચણા ખાવાના અદભૂત ફાયદાઓ

શેકેલા ચણાના ફાયદા

દરરોજ સવારે શેકેલા ચણા ખાવાથી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે છે. આ તમને ભૂખ ઓછી કરવામાં મદદ કરે છે.

પોષક તત્વો

શેકેલા ચણામાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ફાઇબર જેવા શરીરને જરૂરી તેવા પોષક રહેલા હોય છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

હૃદય સ્વસ્થ રાખશે

શેકેલા ચણા ફાયટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસડન્ટોનો ઉત્તમ સ્ત્રોત જે હૃદય સ્વાસ્થ્યને ટેકો આપે છે અને લોહીને ગંઠાઈ જતા અટકાવે છે.

કોલેસ્ટ્રોલ

શેકેલા ચણામાં સ્ટીરોલ નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે જે શરીરના ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ના સ્તરને ઘટાડી શકે છે.

વજન ઘટાડે છે

શેકેલા ચણા ડાયેટરી ફાઇબરનો એક મોટો સ્ત્રોત છે જે ભૂખને ઓછી કરી વજન ઘટાડવામાં મદદ કરે છે

પાચન સુધારે છે

શેકેલા ચણા પ્રોટીન અને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે પાચનમાં સુધારો કરે છે

ગાયનું ગૌખર તમારા અનેક રોગોને દૂર કરે છે, જાણો કેવી રીતે