કોબીનું જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ, એક વખત અજમાવો પછી જુઓ ચમત્કાર


By Sanket Parekh30, Mar 2023 08:00 PMgujaratijagran.com

ચહેરા અને વાળને ફાયદો

કોબીનું જ્યૂસ સ્કિન અને વાળને સુંદર બનાવે છે. જેમાં એન્ટી એજિંગ ગુણ હોય છે, જે ચહેરા પરથી કાળા ડાઘ, ખીલ અને કરચલી વગેરેથી બચાવે છે.

વજન ઓછું કરશે

કોબીનું જ્યૂસ શરીરના મેટાબોલિઝ્મને ઠીક કરે છે. જેના સેવનથી શરીરમાંથી સોજા ઓછા થાય છે અને પાચનક્રિયા સુધરે છે. જેના કારણે વજન ઓછું કરવામાં મદદ મળે છે.

એનીમિયાથી છૂટકારો

એનીમિયા આયરનની કમીથી થતો રોગ છે. કોબીમાં આયરનનું પ્રમાણ ભરપુર હોય છે, જેનું જ્યૂસ પીને આપ શરીરમાં રેડ બ્લડ સેલ્સની સંખ્યા વધારીને એનીમિયાથી છૂટકારો મેળવી શકો છો.

સાંધાનો દુખાવો દૂર

આર્થરાઈટિસમાં માત્ર સાંધામાં દુખાવો જ નથી થતો, પરંતુ સોજા પણ આવે છે.કોબીના જ્યૂસમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે આર્થરાઈટિસના સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.

તાવમાં ફાયદો

કોબીનું જ્યૂસ પ્લેટલેટ કાઉન્ટ વધારે છે અને તાવ ઓછો કરવામાં મદદ કરે છે. વારંવાર તાવની સમસ્યામાં કોબીનું જ્યૂસ પીવાથી ફાયદો થાય છે.

પાચન ક્રિયામાં સુધારો

કોબીનું જ્યૂસ ભોજનને ડાઈજેસ્ટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જેથી પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યા જેમ કે કબજિયાત, ગેસ અને અપચો ખતમ કરવામાં મદદ મળે છે.

રોગ પ્રતિકારક શક્તિ

કોબીનું જ્યૂસ ઈમ્યુનિટી વધારીને આપણને બીમારીથી દૂર રાખે છે. કોબીના જ્યૂસમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ ભરપુર હોય છે, જે શરીરમાં રહેલા ટૉક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે.

ચહેરા પર લાલ ડુંગળીનો રસ લગાવવાના ચમત્કારિક ફાયદા જાણીને થશો દંગ