ચહેરા પર લાલ ડુંગળીનો રસ લગાવવાના ચમત્કારિક ફાયદા જાણીને થશો દંગ


By Sanket Parekh30, Mar 2023 07:39 PMgujaratijagran.com

એક્ને-પિમ્પલથી છૂટકારો

ચહેરા પર ખીલ-કાળા ડાઘાથી પરેશાન છો, તો લાલ ડુંગળીનો રસ સ્કિન પર લગાવવો તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે.

એન્ટી-એજિન્ગ ગુણ

લાલ ડુંગળીનો રસ લગાવવાથી ઢીલી પડેલી સ્કિનને ટાઈટ કરવામાં મદદ મળે છે. લાલ ડુંગળીના રસને હળવા હાથે સ્કિન પર રબ કરવાથી ઢળતી ઉંમરના લક્ષણો ઓછા કરવામાં મદદ મળે છે.

ગ્લોઈંગ સ્કિન

લાલ ડુંગળીનો રસ સ્કિન પર લગાવવાથી ડેડ સ્કિન સેલ્સથી છૂટકારો મળે છે અને સ્કિન ચમકે છે. આવું નિયમિત કરવાથી આપને ગ્લોઈંગ સ્કિન મળી શકે છે.

ચહેરા પર નિખાર

લાલ ડુંગળીનો રસ સ્કિન પર લગાવવાથી રોમ છિદ્રો એટલે કે પોર્સમાં ધૂળ અને પ્રદૂષણના કારણે જમા થયેલી ગંદકી સરળતાથી નીકળી જાય છે, જેનાથી ચહેરા પર નિખાર આવે છે.

મેકઅપ હટાવે છે

રાતે સૂતા સમયે ચહેરા પર લગાવેલો મેકઅપ સ્કિન માટે નુક્સાનકારક હોય છે. લાલ ડુંગળીનો રસ સ્કિન પર લગાવવાથી ચહેરા પરથી મેકઅપ સરળતાથી છૂટી જાય છે. જે સ્કિન માટે લાભદાયક છે.

કાચા પપૈયાનો હલવો ખાવાના ફાયદા, શરીરને અનેક બીમારીઓથી રાખે છે દૂર