ક્રુડના ભાવમાં ઉછાળા વચ્ચે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની શક્યતા નહીંવત છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
જાહેર ક્ષેત્રની ત્રણ કંપની ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે પેટ્રોલ તથા ડીઝલના ભાવને છેલ્લા 18 મહિનાથી સ્થિર રાખ્યા છે.
આ કંપનીઓ આશરે 90 ટકા બજારને નિયંત્રિત કરે છે. ઓગસ્ટ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઈલની કિંમત મજબૂત હોવાથી ત્રણ વિક્રેતાઓના માર્જીન પર નકારાત્મક અસર થઈ છે.
ક્રુડ ઓઈલની ઊંચી કિંમતો ભારતમાં ત્રણ સરકારી માલિકીની ઓઈલ કંપનીઓના માર્જીન પર વ્યાપક અસર થઈ રહી છે.
વૈશ્વિક વૃદ્ધિ નબળી હોવાને લીધે ઓઈલની ઊંચી કિંમતો લાંબા સમય સુધી યથાવત રહે તેવી શક્યતા નહીંવત છે.