કોરોના મહામારીને લગતા નિયંત્રણો હટયા બાદ લોકોના ખર્ચ કરવા તથા વધારે આવાસ ધિરાણ ઋણ લેતા પહેલા પરિવારોની બચત દર ગત નાણાકીય વર્ષમાં ઘટાડી પાંચ દાયકાના નીચા સ્તર પર આવી ગઈ છે.
વર્ષ 2022-23માં પરિવારી ચોખ્ખી નાણાકીય બચત ઘટીને GDPના 5.1 ટકા રહી છે. આ ઘટાડા પાછળ દેવાદારીમાં વધારો થતા હિસ્સેદારી આવાસ ઋણની છે. ઘરેલુ બચત આશરે 7.5 ટકા રહી છે.
કોરોના બાદ નિયંત્રણો હટતા લોકો ખર્ચ કરવા બહાર નિકળવા લાગ્યા. આ ઉપરાંત સંકટના સમય માટે સાવચેતીરૂપે બચાવવામાં આવેલી રકમ પણ કાઢવાની શરૂઆત કરી હતી.
ડેપ્યુટી ગવર્નરનું કહેવું કે બચત દર નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 4.2 ટકા રહી હતી, જોકે બાદમાં તે સાત ટકા સુધી પહોંચી ગઈ છે.