ગુજરાતનું લોકપ્રિય શહેર સુરત અનેક રીતે ખૂબ જ ખાસ છે. સુરત ડાયમંડ કટિંગ, પોલિશિંગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે અને તેથી તેને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે, સુરત માત્ર કોમર્શિયલ દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ અહીંનું સ્ટ્રીટ ફૂડ પણ ખાસ છે. અહીં આવનાર દરેક વ્યક્તિ અહીં સ્ટ્રીટ ફૂડની મજા લે છે. ગુજરાતીમાં કહેવાય છે “સુરતનુ જમણ ને કાશીનુ મરણ” જેનો અર્થ થાય છે સુરત જમવા માટે પ્રખ્યાત છે અને કાશી મૃત્યુ માટે, તો ચાલો જાણીએ સુરતના કેટલાક સ્ટ્રીટ ફૂડ વિશે.
ઊંધીયુ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને અદ્ભુત શાક છે, જે સુરતમાં ખૂબ જ ખાવામાં આવે છે તે અલગ-અલગ આઠ શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. તે ટેસ્ટમાં બેસ્ટ હોવાની સાથે ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. તેથી, દરેક વ્યક્તિએ તેને એકવાર ટ્રાય કરવું જોઈએ.
ઉનાળાની કાળજાળ ગરમીમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક બરફના ગોલા ખાય છે. એ જ રીતે આઈસ ડીશ સુરતની ફેમસ ડીશ છે જેમાં વેનીલાઆઈસ્ક્રીમ, ડ્રાય ફ્રૂટ્સ અને વાઈબ્રન્ટ કલર વાળી આ ડીશ તમારું બાળપણ ચોક્કસપણે યાદ અપાવશે. જો તમે આ ઉનાળાની ઋતુમાં સુરતની મુલાકાત લેતા હોવ, તો એકવાર જરૂર ટ્રાય કરજો.
જો સુરતના શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો તેમાં સુરતી સેવા ખમણીનું નામ ચોક્કસ લેવું જોઈએ. આસ્ટ્રીટ ફૂડચણાની દાળ અને ખાંડ સાથે આદુ, લસણ અને મરચાંના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. ઉપરાંત તેને ચણાના લોટની સેવથી ગાર્નિશ કરવામાં આવે છે. તમારી સવારની શરૂઆત કરવા માટે આ વાનગી એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
સુરતના શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડમાંથી એક ભજીયા ચોક્કસપણે તમારા સ્વાદ ટેસ્ટફુલ બનાવશે. તમે ઘણા પ્રકારના ભજીયા ખાઈ શકો છો જેમ કે ડુંગળીના ભજીયા, રતાલુ ભજીયા અને આલુ પકોડા વગેરે. આ એક એવું સ્ટ્રીટ ફૂડ છે જેનો સુરતના શ્રેષ્ઠ અને સ્વાદિષ્ટ ખોરાકમાં સમાવેશ થાય છે.
નાનખટાઈએ ઘી, ઈલાયચી અને જાયફળની મદદથી બનાવવામાં આવેલ હળવા સોનેરી બિસ્કિટ છે. આ નાસ્તો તમને સુરતમાં દરેક શેરી-ગલીઓમાં જોવા મળશે. તેથી જો તમે સુરતમાં હોવ અને તમને મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે નાનખટાઈનો આનંદ માણી શકો છો.
જ્યારે ગુજરાતી ભોજનની વાત આવે છે, તો ખમણથી વધુ શ્રેષ્ઠ કંઈ નથી. જો તમે તેને ગુજરાતી ટેસ્ટ માળણા માંગતા હોવ તો રસાવાળા ખમણ ઢોકળાનો આનંદ માણી શકો છો.
સુરતી લોચોને કોઈની સાથે સરખાવી શકાતો નથી એક ખાસ ગુજરાતી પરંપરાગત સ્ટ્રીટ ફૂડ જે ઓછા તેલ સાથે બનાવામાં આવે છે, તે મસાલેદાર દેશી ચટણી, મરચાં અને સેવ સાથે પીરસવામાં આવે છે. સવારે કે સાંજે તમે જ્યારે ઈચ્છો ત્યારે ખાઈ શકો છો.
જો તમને આ રેસીપી ગમે તો તેને લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.