સૂરતના લોકો સૂરતને 'ધ ફૂડઝ પેરેડાઇઝ' તરીકે ઓળખે છે. અહીં તમને ઢોસાથી લઈને બોમ્બેના વડાપાવ અને દિલ્હીના ચાટ સુધી ઘણા પ્રકારની ઉત્કૃષ્ટ વાનગીઓ મળે છે. જો તમે સૂરત જઈ રહ્યા હોવ અથવા સૂરતમાં રહેતા હોવ તો આ સ્ટ્રીટ ફૂડ તમારે જરૂરથી ટ્રાય કરવું જોઈએ. આવો જાણીએ વિસ્તારથી
ચણાની દાળ અને તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલા સેવ ખમણીને ઓર સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી સવારના નાસ્તા અને સાંજના નાસ્તા માટે અત્યંત લોકપ્રિય છે.
શુદ્ધ ઘીમાં તૈયાર અને ભરપૂર ડ્રાયફ્રૂટ્સથી બનાવવામાં આવતી આ સ્વીટ ડીશને સૂરતના ફુડ કલ્ચરને વધુ લોકપ્રીય બનાવે છે. આને લોકપ્રિય તહેવારો અને ઉજવણી દરમિયાન ઘરે બનાવવામાં આવે છે.
8 ખાસ શાકભાજીને મીક્સ કરીને, આને કલાકો સુધી રાંધવામાં આવે છે, વિવિધ શાકભાજીના સ્વાદથી ભરપૂર આ સ્વાદિષ્ટ વાનગી છે. સુરતના દરેક ઘરમાં આ રેસીપી પેઢીઓથી બનાવવામાં આવે છે.
બટાકાના ભજીયા, ડુંગળીના ભજીયા, મરચાના ભજીયા, ટામેટા ભજીયા, આ વિવિધ ભજીયાનો આનંદ તમે સૂરતમા લઈ શકો છો. સૂરતમાં ફુટપાથ નજીક ઘણી ભજીયાની લારી તમને મળી જશે જ્યાં તમે તમારા પરિવાર સાથે જઈ શકો છો
બટાકાના ભજીયા, ડુંગળીના ભજીયા, મરચાના ભજીયા, ટામેટા ભજીયા, આ વિવિધ ભજીયાનો આનંદ તમે સૂરતમા લઈ શકો છો. સૂરતમાં ફુટપાથ નજીક ઘણી ભજીયાની લારી તમને મળી જશે જ્યાં તમે તમારા પરિવાર સાથે જઈ શકો છો
શિયાળમા ખાવા આવતા પોંક વડા સૂરતમા ઘણા પોપ્યુલર છે. આ ક્રિસ્પી હોટ નાસ્તા જુવારથી બનાવવામા આવે છે સાથે તેમા સેવ અને લીલી ચટણી સાથે તે ઓર સ્વાદિષ્ટ લાગે છે
લીલી ચટણી અને ક્રિસ્પી સેવ સાથે પીરસવામાં આવતી આ વાનગી ગુજરાતીઓનો લોકપ્રિય નાસ્તો છે. આમા તમે શેઝવાન અને ઇટાલિયન લોચો જેવી વેરાયટી પણ ટ્રાય કરી શકો છો