અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ 29મી ઓગસ્ટના રોજ સુનાવણી કરશે


By Nileshkumar Zinzuwadiya26, Aug 2023 04:06 PMgujaratijagran.com

સેબીએ તપાસ પૂરી

અદાણી ગ્રુપ સામે અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપ અંગે SEBIએ તપાસ પૂરી લીધી છે. કુલ 24 કેસ પૈકી 22માં તપાસ પૂરી કરી છે. સુપ્રીમ 29મીએ સુનાવણી કરશે

24 પૈકી 22 બાબતમાં તપાસ પૂરી

સેબીએ કહ્યું છે કે 24 પૈકી 22 બાબતમાં તપાસ પૂરી કરી લીધી છે. બે કેસમાં તપાસ ચાલી રહી છે. સેબીએ 14મી ઓગસ્ટના રિપોર્ટમાં 17 બાબતોમાં તપાસ પૂરી કરી હોવાનું કહ્યું હતું.

12 વિદેશી પોર્ટફોલિયો

સેબીએ 12 વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ અને એક વિદેશી યુનિટ સાથે સંકળાયેલી એક બાબતમાં તપાસ માટે વિદેશી નિયમનકારો તથા યુનિટો પાસેથી માહિતી માંગી છે.

વિદેશી એકમો

સેબીએ કહ્યું હતું કે આ વિદેશી રોકાણકારો સંબંધિત અનેક એકમો એવા દેશોમાં છે કે જ્યાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવેરા લાગે છે. માટે 12 FPIના લાભાર્થી શેરધારકો અંગે તપાસ કરવી પડકારજનક બની ગયું છે.

ચંદ્રયાન-3 સાથે જોડાયલા લોકોની શૈક્ષણિક લાયકાત