ચંદ્રયાન-3 સાથે જોડાયલા લોકોની શૈક્ષણિક લાયકાત


By Thakur Dharmendrasinh Dilipsinh26, Aug 2023 01:06 PMgujaratijagran.com

એસ. સોમનાથ, ઈસરો ચીફ

શ્રીધારા પનિકર સોમનાથે થંગલ કુંજુ મુસાલિયાર કોલેજ ઓફ એન્જિનિયરિંગ, કોલ્લમ, કેરળ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન અને ગતિશાસ્ત્ર અને કંટ્રોલમાં સ્પેશિયલાઈઝેશન સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું છે

એમ. શંકરન, URSC ડિરેક્ટર

એમ. શંકરન ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે

પી. વીરમુથુવેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર

ડો. પી. વીરમુથુવેલે એક પ્રાઈવેટ પોલિટેકનિક કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા સાથે શરૂઆત કર્યા બાદમાં IIT મદ્રાસમાંથી પીએચડી કર્યું છે

એસ ઉન્નીક્રિષ્નન નાયર, વીએસસીસી ડિરેક્ટર

ડો. એસ ઉન્નીકૃષ્ણન નાયરે કેરળ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં BTech, IISc બેંગ્લોરમાંથી ME અને IIT મદ્રાસમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કર્યું છે

કે. કલ્પના, એસોસિયેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુરમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન થયા બાદ તે ISROમાં જોડાઈ

વી નારાયણન, LPSC ડિરેક્ટર

ડો. વી નારાયણને IIT, ખડગપુરમાંથી પ્રથમ રેન્ક સાથે ક્રાયોજેનિક એન્જિનિયરિંગમાં એમટેક કર્યું છે. તેમને ચેન્નાઈની સત્યભામા યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ સાયન્સ (ઓનરિસ કોસા)ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા

એ રાજરાજન, SDSC ડિરેક્ટર

1987માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ એન્જિનિયરિંગ મેળવ્યું

ચંદ્રયાન-3 સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દેશના વિદેશી હૂંડિયામણમાં છેલ્લા 6 મહિનામાં સૌથી મોટો ઘટાડો થયો