વિદેશી હૂંડિયામણ ભંડાળ 18 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 7.27 અબજ ડોલર ઘટીને 594.89 અબજ ડોલર થયું છે. તે છેલ્લા બે મહિનાની નીચી સપાટી નજીક પહોંચી ગયું છે.
છેલ્લા છ મહિનામાં દેશના વિદેશી હૂંડિયામણમાં આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. ગયા સપ્તાહે વિદેશી હૂંડિયામણમાં વધારો જોવા મળ્યો હતો.
ગયા સપ્તાહે દેશના વિદેશી હૂંડિયામણ 70.8 કરોડ ડોલર વધી 602.16 અબજ ડોલર થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં દેશનું ફોરેક્સ રિઝર્વ 645 અબજ ડોલરની વિક્રમજનક સપાટીએ હતું.
RBI તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે SDR 11.9 કરોડ ડોલર ઘટી 18.20 અબજ ડોલર. IMF પાસે રાખવામાં આવેલ ભંડાર 2.5 કરોડ ડોલરથી ઘટી 5.07 અબજ ડોલર રહ્યું છે.