શરીરની ચામડીને જવાન રાખવા માટે ખાવાપીવાની આદતો પર ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી બની જાય છે. ચલો જાણીએ શરીરની ચામડીને નેચરલી જવાન રાખવા માટે ખાવાપીવામા શુ સામેલ કરવુ જોઈએ.
વિટામિન ઈથી ભરપૂર પપૈયાનુ સેવન કરવાથી ચામડી પરની કરચલીઓ દૂર થાય છે અને ચામડી પર નેચરલી ચમક આવે છે.
એંટી ઓક્સિડેંટથી ભરપૂર બેરીજનુ સેવન કરવાથી ચહેરા પરના નિશાન દૂર થાય છે. તેના સેવનથી ચામડીને તડકાથી થતા નુકસાનથી બચાવી શકાય છે.
વિટામિન એ, સી અને ઈથી ભરપૂર પાલક ખાવાથી ચામડી કોમળ બને છે, આ ઉપરાંત તેના સેવનથી વાળ પણ મજબૂત બને છે.
વિટામિન સી, કેલ્શિયમ, ફોલેટથી ભરપૂર બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને બનાવીને ખાવાથી વધારે ફાયદાકારક સાબિત થાય છે.
એંટી ઓક્સિડેંટ અને વિટામિન સીથી ભરપૂર શિમલા મિર્ચ ચામડીની સમસ્યાઓથી દૂર કરે છે. તે પ્રદૂષણથી ચામડીને થતા નુકસાનથી પણ ચામડીને બચાવે છે.
વિટામિન સી યુક્ત ફળ જેમકે સંતરા, લીંબુ, દ્રાક્ષ, જામફળ જેવા ફળોને આહારમા સામેલ કરો. તેના સેવનથી ચામડી સંબધિત સમસ્યાઓ દૂર રહે છે.