જો તમે બાળકોના શરીરને ગરમ રાખવા માંગતા હોવ, તો તેમને ઈંડા ખવડાવી શકો છો. ઈંડામાં અનેક પોષક તત્વો મળી આવે છે. એવામાં તમે બાળકને સપ્તાહમાં 2-3 વખત ઈંડા આપી શકો છો.
શિયાળામાં શરીરને ગરમાવો આપવા માટે તમે બાળકોને ખજૂર ખવડાવી શકો છે. જો કે બાળકને વધારે ખજૂર ના આપવી જોઈએ. ખજૂર હીમોગ્લોબિન લેવલ વધારવા માટે સારી હોય છે. જે પેટ સાથે સંકળાયેલી સમસ્યાથી બચાવે છે.
બાળકને શિયાળામાં દેશી ઘી જરૂર ખવડાવવું જોઈએ. જેનાથી શરીરને ખૂબ જ ફાયદે થાય છે. એવામાં તમે બાળકોને દાળ, ખિચડી અને ઓટ્સમાં ધી નાંખીને ખવડાવી શકો છો.
જો તમે શરદીમાં બાળકને મધ ખવડાવી શકો છો. આ માટે તમે સપ્તાહમાં એક-બે વખત અડધી ચમચી મધ ખવડાવો. જે બાળકને ઠંડીથી બચાવશે અને તેની ગળાની સમસ્યા દૂર કરશે.
શિયાળામાં સૂપ સૌથી બેસ્ટ અને હેલ્ધી ઑપ્શન હોય છે. એવામાં તમે બાળકોને શાકભાજીઓનું પૌષ્ટિક સૂપ આપી શકો છે. જેના સેવનથી શરીરમાં ગરમાવો આવે છે અને બાળક બીમારીથી બચી જાય છે.
ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેમાં વિટામિન-એ હોય છે, જે ઈન્ફેક્શન અને એલર્જીથી બચાવવામાં મદદ કરે છે. જો બાળકને ગાજર કાચા ખાવાના ના ગમતા હોય, તો તેનું શાક પણ બનાવી શકો છો.