શિયાળામાં તડકામાં બેસવાથી થઈ શકે છે આ રોગ


By Sanket M Parekh28, Nov 2023 04:14 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

શ્રી રામસિંહ હોસ્પિટલના ડૉક્ટર ટી.એ. રાણાના અનુસાર, તડકો આપણા શરીરમાં વિટામિન-ડીની કમીને પૂરી કરે છે, પરંતુ તડકામાં વધારે સમય બેઠા રહેવાના કારણે સ્કિનમાં ટેનિંગ ઉપરાંત તમને કેન્સર પણ થઈ શકે છે.

કરચલીની સમસ્યા

તડકામાં વધારે સમય સુધી બેઠા રહેવાના કારણે સ્કિનમાં કરચલીની સમસ્યા થાય છે. આ સાથે જ તમારી સ્કિન પણ લટકવા લાગે છે.

ટેનિંગનું કારણ

વધારે સમય સુધી તડકામાં બેસવાથી તમને ટેનિંગની સમસ્યા થઈ શકે છે. સૂર્યની હાનિકારક કિરણો સ્કિનને ખરાબ અસર કરે છે, જેનાથી સ્કિનના રંગમાં ફેરફાર થવા લાગે છે.

સ્કિન કેન્સરનો ખતરો

તડકામાં વધારે સમય સુધી બેસવાના કારણે તમને સ્કિન કેન્સર પણ થઈ શકે છે. સૂર્યની હાનિકારક કિરણો સ્કિનને નુક્સાન પહોંચાડી શકે છે.

આંખને નુક્સાન

વધારે સમય સુધી તડકામાં બેસવાથી આંખને નુક્સાન થાય છે. સૂરજની કિરણો રેટિના પર ખૂબ જ ખરાબ અસર નાંખે છે, જેના કારણે તમને મોતિયો પણ થઈ શકે છે.

એરેથિમા થવાનો ખતરો

એરેથિમા સ્કિન સાથે સંકળાયેલી સમસ્યા છે. જેના થવા પર તમને સાંધામાં દુખાવો, સ્કિનમાં ખણ અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે.

વિટામિન-ડીનું વધારે પ્રમાણ

તડકામાં લાંબા સમય સુધી બેઠા રહેવાના કારણે તમારા શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે તમને શરીરમાં નબળાઈ અનુભવાય છે.

રાતે સતત આવતી હોય ખાંસી, તો અપનાવો આ નુસખા