રાતે સતત આવતી હોય ખાંસી, તો અપનાવો આ નુસખા


By Sanket M Parekh28, Nov 2023 04:08 PMgujaratijagran.com

રાતે ખાંસી આવવાનું કારણ

રાતે સૂતા સમયે જ્યારે ગળામાં મ્યૂકસનું પ્રમાણ ઘણું વધી જાય છે, જેના કારણે વધારે ખાંસી આવે છે. ગરમીની સરખામણીમાં શિયાળામાં આ સમસ્યા વધારે જોવા મળે છે.

તુલસીના પાનનો ઉકાળો પીવો

જો તમને વધારે ખાંસી આવતી હોય, તો તુલસીના પાનનો ઉકાળો પીવો. આ માટે કપમાં 8 તુલસીના પાન, સૂંઠ, લવિંગ, તજ નાંખીને ઉકાળી લો. પાણી અડધુ થવા પર તેને ગાળીને પી લો.

મોંઢા પર હવા આવવા ના દો

રાતે સતત ખાંસી આવવાના કારણે મોંઢુ અથવા નાકમાં સીધી હવા આવવાનું પણ છે. એવામાં રાતના સમયે તમારે પંખો કે હીટરને તમારા મોંઢા આગળ ચલાવીને રાખ્યું હોય, તો તેને દૂર રાખો.

પથારી સાફ રાખવી જરૂરી

ધૂળ અને ગંદકીના કારણે તમને ખાંસી ઉપરાંત શ્વાસ સાથે સંકળાયેલી બીમારી થઈ શકે છે. એવામાં જે પથારીમાં તમે સઈ રહ્યા હોય, તેને સાફ રાખો.

ગરમ પાણી પીવો

રાતે સૂતા પહેલા ગરમ પાણી પીવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરવાથી ગળાને પણ ફાયદો મળે છે.

ડૉક્ટરની સલાહ લો

જો તમને સતત એક અઠવાડિયાથી ખાંસી આવી રહી હોય, તો ડૉક્ટરની સલાહ લો, કારણ કે તે કોઈ ગંભીર બીમારીનું કારણ હોઈ શકે છે.

ખાલી પેટ દરમિયાન ભુલેચુકે આ વસ્તુઓનું સેવન ન કરતા, નહીં તો થઈ જશો બીમાર