શિયાળામાં હાડકાં મજબૂત કરવા માટે આ ફળનું સેવન અચૂક કરો


By Vanraj Dabhi10, Dec 2023 10:07 AMgujaratijagran.com

હાડકાંને મજબૂત કરવા આ ફળો ખાવ

આજકાલ વધતી જતી ઉંમર સાથે સાંધા અને હાડકાનો દુખાવો સામાન્ય છે. જો તમને પણ સાંધાના દુખાવાની સમસ્યા છે તો તમારે તમારા આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવો જોઈએ. ચાલો જાણીએ આવા ફળો વિશે.

સફરજનનું સેવન કરો

સફરજનમાં કેલ્શિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તત્વો તમને શરીરમાં કોલેજન બનાવવા અને નવા હાડકાની પેશીઓના નિર્માણમાં મદદ કરી શકે છે.

સ્ટ્રોબેરી ખાવ

સ્ટ્રોબેરી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે તેથી તે તમારા નબળા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

પપૈયાનું સેવન કરો

પપૈયામાં ઘણા પોષક તત્વો મળી આવે છે તેનું સેવન કરવાથી જે હાડકાંને અસરકારક રીતે મજબૂત બનાવી શકે છે.

પાઈનેપલ ખાવ

પાઈનેપલ પોટેશિયમથી ભરપૂર હોય છે. પોટેશિયમ હાડકાંના કેલ્શિયમની ઉણપને ઘટાડી શકે છે. આ ખૂબ જ ફાયદાકારક છે.

સંતરાનું સેવન કરો

નારંગી હાડકાં માટે ફાયદાકારક હોઈ શકે છે. સંતરામાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

કેળા ખાવ

કેળામાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં અને દાંતના મૂળના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કિવીનું સેવન કરો

કીવીમાં સૌથી વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે. તેથી તે તમારા હાડકાંને મજબૂત બનાવે છે અને ઑસ્ટિયોપોરોસિસની સમસ્યાને પણ અટકાવે છે.

વાંચતા રહો

આ બધા ફળોનું તમારે સેવન કરતા પહેલા તમારા સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ ચોક્કસ લો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સંતરા ખાવાના 5 નુકસાન