ઠંડીમા સંતરા ખાવાથી શરીરને ઘણા લાભ થાય છે, પણ જો સંતરાનુ વધારે માત્રામા સેવન કરવામા આવે તો તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચલો વધારે પડતા સંતરાથી થતા નુકસાન વિશે જાણીએ.
એક્સપર્ટ કવિતા દેવગનના અનુસાર સંતરા શરીર માટે ખૂબ જ ફાયદા કારક હોય છે પરંતુ તેમા ઘણી વસ્તુઓ એવી હોય છે જેના કારણે તેના વધુ પડતા સેવન થી નુકસાન થાય છે.
સંતરાને ખાલી પેટ ખાવાથી પેટમા એસિડની સમસ્યા થઈ શકે છે. તેના કારણે છાતીમા બળતરા અને મૂડ ખરાબ થઈ શકે છે.
વધારે માત્રામા સંતરાનુ સેવન કરવાથી પેટમા દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત તેના વધુ પ્રમાણમા સેવનથી ઝાડાની સમસ્યા થઈ શકે છે.
વધારે પ્રમાણમા સંતરા ખાવાથી શરીરમાથી કેલ્શિયમ ઓછુ થાય છે, જેના કારણે હાડકાઓ સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા થાય છે.
ખાલી પેટ સંતરાનો જ્યૂસ પીવાથી શરીરમા બ્લડ શુગરનુ લેવલ વધી જાય છે. તેથી જો તમે ડાયાબિટીસના દર્દી છો તો સંતરાના જ્યૂસનુ વધારે માત્રામા સેવન કરવાનુ ટાળો.
વધારે સંતરા ખાવાથી વજન વધે છે. જણાવી દઈએ કે શરીરમા રહેલુ કાબ્રોહાઈડ્રેટ શરીરના વજનને વધારવામા મદદ કરે છે.