ગરમીમાં પરસેવા આવવો ઘણી સામાન્ય વાત છે, પરંતુ તેનાથી દુર્ગંધ આવે જે સમસ્યા ઊભી કરે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા કેટલાક ઘરેલું ઉપચારો તમે અપનાવી શકો છો
યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કના એક રીસર્ચ પ્રમાણે શરીરમાં દુર્ગંધ આવવા પાછળનું કારણ એક એન્ઝોઈમ જે બગલમાં ઉત્પન્ન થતા બેક્ટેરીયા તૈયાર કરે છે.
પરેસવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવી શકો છો, આ માટે તમે ઘરેજ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
પરસેવા વાળી જગ્યા પર અડધું લીબું ઘસો, તે સુકાઈ ગયા પછી તેને પાણીથી સાફ કરી લો, દિવસમાં એકવાર આમ કરવાથી દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.
રોજ ન્હાયા પહેલા આર્મપીટમાં ટામેટાનો રસ લગાવી તેને 15 સુધી રહેવા દો, પછી તેને પાણીથી ધોઈ લો
રોજ ન્હાયા પહેલા આર્મપીટમાં ટામેટાનો રસ લગાવી તેને 15 સુધી રહેવા દો, પછી તેને પાણીથી ધોઈ લો
નારીયેળ તેલ પણ શરીરની દુર્ગંધ દૂર કરવા માટે મદદ કરે છે, આમાં રહેલું એસિડ પરસેવો ઉત્પન્ન કરતા બેક્ટેરીયાને ઘટાડે છે.
ન્હાતી વખતે છેલ્લે પાણીમાં એક ચમચી મધ નાખી, તે પાણીથી ન્હાઈ લો, ફરી સાફ પાણીથી ન્હાશો નહીં. આમ કરવાથી શરીરની દુર્ગંધ દૂર થઈ જશે