વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે, શરીરમાં આની ઉણપથી થાક, ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ, વજન ઘટવું જેવા લક્ષણો જોવા મળે છે. આ ઉણપને દૂર કરવા માટે ઘણા લોકો સપ્લીમેન્ટસ લેતા હોય છે, પરંતુ સપ્લીમેન્ટસની સાથે કેટલીક વસ્તુનું સેવન કરવું હાનિકારક હોઈ શકે છે, આવો જાણીએ
ફોર્ટિસ હોસ્પિટલ નોઈડાના ઈન્ટરનલ મેડિસિન વિભાગના ડૉ. અજય અગ્રવાલ જણાવે છે કે વિટાનીન B12 મગજના કાર્યને વધુ સારુ કરે છે, અને આની ઉણપથી શરીરમાં એનિમિયાનું જોખમ પણ વધી જાય છે.
નોન-વેજ ખોરાકમાં વિટામિન B12 વધુ હોય છે. જો તમે નોન વેજ ખાતા હોવ તો તમે B12ની ઉણપને દૂર કરી શકો છો. શાકાહારી લોકોએ આ જરૂરિયાત પૂરી કરવા માટે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડે છે.
સોલ્યુબલ ફાઇબર ધરાવતા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે વિટામિન B12 ના શોષણને અવરોધે છે.
સોલ્યુબલ ફાઇબર ધરાવતા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે વિટામિન B12 ના શોષણને અવરોધે છે.
વધુ પડતું કેલ્શિયમ પણ વિટામિન B12ને શોષવામાં સમસ્યા ઊભી કરી શકે છે. ડેરી પ્રોડક્ટ્સમાં કેલ્શીયમ જોવા મળે છે, માટે આનો પણ ઉપયોગ ઓછો કરવો જોઈએ
જો તમે B12 સપ્લીમેન્ટ્સ લઈ રહ્યા છો, તો આલ્કોહોલ અથવા આલ્કોહોલિક ઉત્પાદનોનુ સેવન ન કરશો, આનું સેવન નુકસાકારક થઈ શકે છે
ચા અને કોફીમાં રહેલું ટેનીન રસાયણ વિટામિન B12 ને શોષવામાં અડચણ ઊભી કરે છે. માટે જો તમે વિટામિન B12 ની સપ્લીમેન્ટ લઈ રહ્યા હોવ તો તમારે ચા કે કોફી પીવાનું ટાળવું જોઈએ