ધાણાનું પાણી ગરમીમાં ઠંડક આપે છે, માટે તેને ઉનાળામાં પીવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ રાખવું ઘણું જરુરી છે, ધાણાનું પાણી તમને ઉનાળામાં હાઈડ્રેટે઼ રાખવામાં મદદ કરે છે.
ધાણાના બીજમાં વિટામીન K, C અને A રહેલું હોય છે, આ સાથે તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે ઈમ્યુનીટી અને મેટાબોલીઝમ વધારે છે
જો તમે સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીશો તો તમારા શરીરના હાનિકારક ટોક્સીન્સ બહાર નીકળી જશે.
ધાણામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો જોવા મળે છે, જે તમને ત્વચા સંબધિત સમસ્યાઓથી બચાવે છે
ધાણાનું પાણી પાચન સુધારવામાં પણ તમારી મદદ કરે છે, આ સાથે તે મેટાબોલીઝમને વધારવામાં મદદ કરે છે.
ધાણાનું પાણી પાચન સુધારવામાં પણ તમારી મદદ કરે છે, આ સાથે તે મેટાબોલીઝમને વધારવામાં મદદ કરે છે.
જેને યુરીનલ ઈન્ફેક્શન જેવી તકલીફ હોય છે, તેમની માટે ધાણાનું પાણી પીવું ફાયદાકારક રહે છે. ધાણાના પાણીમાં તમે સાકર ભેળવીને પણ પી શકો છો.
આ માટે સૌપ્રથમ તમે ધાણાનો પાવડર બનાવી લો, હવે આ પાવડરને આખી રાત પાણીમાં પલાળી રાખો, અને સવાર ઉઠીને આ પાણી પીવો.