હીટવેવ દરમિયાન આ રીતે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો


By Smith Taral04, May 2024 11:56 AMgujaratijagran.com

કાળઝાળ ગરમીમાં શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવું ઘણું મહત્વનું છે, ઉનાળામાં ઘણા લોકો લૂ થી બીમાર થતા હોય છે, જેથી ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું, ઉનાળામાં તમે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે સાચવી શકો છો.

હાઇડ્રેટેડ રહો

ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. પૂષ્કળ પાણી પીવા સાથે, ફળો અને અને હેલ્ધી ડ્રીન્કસ પણ લેવુ જરુરી છે

સુતરાઉ કપડાં પહેરો

સુતરાઉ કપડા ઉનાળામાં પહેરવા માટે ઘણા આરામદાયક રહે છે, આનાથી શરીર ઠંડુ રહે છે અને પરસેવાથી થતી દુર્ગંધથી પણ છુટકારો મળે છે

બપોરે બહાર ન જાવ

શક્ય હોય તો બપોરે ઘરની બહાર જવાનું ટાળો, બપોરમાં તડકામાં નીકળવાથી બીમાર થવાની સંભાવનાં વધી જાય છે

શરીરને સારી રીત કવર કરો

બહાર જતી વખતે તમારા હાથ, મોં, માથું, પગ વગેરે વ્યવસ્થિત ઢાંકીને રાખો. આ તમને હીટવેવથી બચાવશે

શરીરને સારી રીત કવર કરો

બહાર જતી વખતે તમારા હાથ, મોં, માથું, પગ વગેરે વ્યવસ્થિત ઢાંકીને રાખો. આ તમને હીટવેવથી બચાવશે

ઘરને ઠંડુ રાખો

હીટવેવ દરમિયાન ઘરમા ઠંડક રાખવી જરૂરી છે, આ માટે બારીઓ અને દરવાજા પર જાડા પડદા લગાવો. દિવસ દરમિયાન દરવાજો કે બારી ખુલ્લી ન રાખો અને દિવસમાં 2-3 વખત ઠંડા પાણીથી સ્નાન કરો

કારમાં AC ચાલુ કરો

જો તમે હીટવેવ દરમિયાન કારમાં મુસાફરી કરી રહ્યા હોવ તો એસીનો ઉપયોગ ચોક્કસથી કરો. બાળકો અથવા વૃદ્ધ વ્યક્તિ બંધ કારમાં મુકીને ક્યારે ન જશો

ઠંડા પીણાં ન પીવો

ઘણા લોકો ગરમીમાં ઠંડીથી બચવા કોલ્ડ ડ્રીન્કનું સેવન કરી લેતા હોય છે, પરંતુ આ પીવાથી હીટવેવનું જોખમ વધી જાય છે. હીટવેવથી બચવા સાદું પાણી, લીંબુ પાણી, નારીયેળ પાણી વગેરે પીવો.

સવારમાં ઊઠીને આ વસ્તુઓ કરો, તણાવ અને ચિંતાથી રહેશો દૂર