સવારમાં ઊઠીને આ વસ્તુઓ કરો, તણાવ અને ચિંતાથી રહેશો દૂર


By Smith Taral03, May 2024 05:56 PMgujaratijagran.com

કહેવાય છે દિવસની શરુઆત હંમેશા સારી વસ્તુથી કરવી જોઈએ, જેથી તમારો દિવસ તણાવમુક્ત અને આનંદાયક રહે. ઘણા લોકો સવારમાં ઊઠીને ભગવાનનું નામ લેતા હોય છે તો કેટલાક સવારમાં ઉઠતાની સાથે ફોન જુવે છે. આવી આદતો આપણા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું દિવસની શરુઆત તમારે કેવી રીતે કરવી જોઈએ જેથી તમારો દિવસ સકારાત્મક અને આનંદમય રહે

હેલ્ઘી બ્રેકફાસ્ટ

સવારમાં તળેલો ખોરાક ખાવાને બદલે હેલ્ધી ખોરાકનું સેવન કરો, જેમાં પ્રોટીન અને ફાઈબર રહેલુુ હોય, આ તમને દિવસ દરમિયા એનર્જી આપશે. હેલ્ધી ખોરાક તમારુ સુગર લેવને નિયત્રણમાં રાખી મગજની એકાગ્રતા વધારે છે.

સવારનો તડકો

સવારમાં 10-15 મિનીટ કૂણો તડકો લેવાથી મગજના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે, આ તમારા મૂડને ફ્રેશ કરે છે સાથે જ તમને તણાવ અને ટેન્શન જેવી પરિસ્થિતીમાં રાહત આપે છે.

ડીજીટલ ડીટોકસ

વારંવાર ફોનમાં મેસેજીસ, મેઈલ અને સોશ્યલ મીડીયા જોવાથી તણાવ વધે છે અને અને એકાગ્રતા ઓછી થાય છે. સવારમાં શક્ય હોય તો ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ.

પ્રાણાયમ

વારમાં પ્રાણાયમ કરવાની આદત કેળવો, આ તમારા મગજને શાંત કરી એકાગ્રતા વધારવામાં મદદ કરશે. પ્રાણાયમ કરવાથી શરીરમાં ઉત્પન્ન થતા સ્ટ્રેસ હોર્મન્સમાં ઘટાડો થાય છે

પ્રાણાયમ

સવારમાં પ્રાણાયમ કરવાની આદત કેળવો, આ તમારા મગજને શાંત કરી એકાગ્રતા વધારવામાં મદદ કરશે. પ્રાણાયમ કરવાથી શરીરમાં ઉત્પન્ન થતા સ્ટ્રેસ હોર્મન્સમાં ઘટાડો થાય છે

શારિરીક કસરત

તમારા સવારના રુટીનમાં શારિરીક કસરતનો સમાવેશ કરો, જેમ કે બ્રીસ્ક વોક અને જીમ. આમ કરવાથી શરીરમાં એન્ડોર્ફીન્સ હોર્મન ઉત્પન્ન થાય છે, જે તમારો મુડ સારો કરે છે, તણાવ ઘટાડે છે

લખવું

સવારમાં થોડો સમય કાઢી, તમારી ડાયેરીમાં એવી ત્રણ વસ્તુઓ લખો જેને લઈને તમે જીવનમાં ગ્રેટફુલ છો, આ પ્રવુત્તી તમને પોઝીટીવ માઈન્ડસેટ આપશે અને તમારા તણાવમાં ઘટાડો કરશે

પાણી પીવું

7 થી 8 કલાકની ઊંઘ લીધા પછી શરીર ડીહાઈડ્રેટ થાય છે માટે સવારમાં ઊઠીને સૌપ્રથમ પાણી પીવું જોઈએ. આમ કરવાથી મગજનો વિકાસ સારો થાય છે અને તમે કામમાં મન પરોવી શકો છો.

ગોલ સેટ કરો

દિવસ દરમિયાન તમે શું કામ કરશો, તેને લઈને ગોલ સેટ કરો. આમ કરવાથી તમારા કામને લઈને ક્લેરીટી રહેશે સ્ટ્રેસ પણ ઓછો થશે

ઉનાળામાં છાશ પીવાના આ અઢળક ફાયદા જાણી લો