સમર લેહેંગા કલેક્શનઃ સમર વેડીંગમા કેવો લહેંગો પહેરવો એ લઈને ચિંતિત છો, આ લહેંગા


By Smith Taral25, Apr 2024 04:10 PMgujaratijagran.com

ઉનાળામાં જો લગ્ન આવે તો તેમાં કેવા કપડા પહેરવા તેને લઈને ઘણી સમસ્યા આ સમસ્યા ઉભી થાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં કારણ કે કાળઝાળ ગરમીમાં ભારે લહેંગા પહેરવો ખૂબ જ મુશ્કેલ છે. આ સ્ટોરીમાં આપણે બોલીવુડની કેટલીક અભિનેત્રીઓના લહેંગા લુક્સ જોઈશું, જેમાંથી તમે પ્રેરણા લઈ શકો છો

કેટરિના કૈફ પહેરેલો લાલ અને પીળા ફ્લોરલ પ્રિન્ટનો લહેંગા દેખાવમાં પણ સુંદર લાગે છે અને તેનું ફ્રેબ્રીક પણ હળવું હોય છે. આ લહેંગો તમે લગ્નથી લઈને લગ્નની વિધિઓ સુધી લાંબા સમય સુધી કેરી કરી શકો છો

આથિયા શેટ્ટીનો આ રંગીન લહેંગા પણ સમર વેડીંગમાં પહેરવા માટે પરફેકટ છે. આ લહેંગા સાથેે વાળમાં બન બનાવાથી તમારો લુક વધુ સુંદર લાગશે.

કરીના કપૂરનો આ ફ્લોરલ વર્ક લેહેંગા પણ વેંડીગમાં પહેરવા માટે એક ખૂબ જ સુંદર વિકલ્પ છે. આની સાથે કઈ જ્વેલરી સૂટ કરશે તેનું ધ્યાન દેજો, કારણ કે દરેક જ્વેલરી આની પર મેચ નથી થઈ શકતી.

જો તમે ગ્લેમરસ દેખાવા માંગતા હોવ તો જાન્હવી કપૂર જેવો આ લહેંગાને પસંદ કરી શકો છો. આની સાથે નૂડલ સ્ટેપ બ્લાઉઝ તમરા ગ્લેમરસ લુકમાં ઓર વધારો કરશે.

જો તમે વર્ક વાળો લહેંગા પહેરવાનું વિચારી રહ્યા હોવ તો આનાથી સારો વિકલ્પ ન હોઈ શકે. આવા લહેંગામાં તમારો લુક પણ ગ્લેમરસ લાગશે અને તમે વેડીંગમા પણ સરળતાથી કેરી શકશો

ઉનાળાની સિઝનમાં પિંક કલરને કમ્ફર્ટેબલ માનવામાં આવે છે. જો તમને આ રંગ ગમતો હોય તો તમે આલિયા ભટ્ટની જેમ આવા લહેંગા કેરી કરી શકો છો. આ રંગમાં તમને વધારે ગરમી નહીં લાગે.

કિચન ટિપ્સ: ભીંડાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની ટિપ્સ જાણી લો