કિચન ટિપ્સ: ભીંડાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની ટિપ્સ જાણી લો


By Smith Taral25, Apr 2024 03:01 PMgujaratijagran.com

ભીંડા જેવી શાકભાજી ઝડપથી બગડે છે, આને તમે બે દિવસ ફ્રીજમાં કે બહાર રાખવા છતા તે સુકાઈ જાય છે અથવા ચીકણી થઈ જાય છે. આ સ્ટોરીમાં આપણે જોઈશું ભીંડાને સ્ટોર કરવાની કેટલીક રીત જેથી ભીંડા લાંબા સમય સુધી લીલી અને તાજી રહે

ભીંડા ખરીદતી વખતે આ ધ્યાનમાં લો

ભીંડા નરમ હોવા જોઈએ, અને તેમાં વધારે બીજ પણ ન હોવા જોઈએ. આ તપાસવા તમારી આંગળીઓથી ભીંડાને હળવેથી દબાવવો.

કદ અને રંગ

ભીંડા કેવી રીતે ઉછેરવામાં આવ્યા છે તે તેના કદ અને રંગ પરથી જાણી શકાય છે. નાની સાઈઝની ભીંડા દેશી રીતે ઉગાડવામાં આવેલા હોય છે. આવા ભીંડામાં ગ્લુટેન ઓછું હોય છે, જેના કારણે તેનો સ્વાદ સારો હોય છે અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે

ભેજથી દૂર રાખો

ભીંડાને લાંબા સમય સુધી તાજી રાખવા માટે તેને ભેજથી દૂર રાખવી જોઈએ. તેને ખરીદ્યા પછી તેને ફેલાવીને સૂકવી દો જેથી તેના ઉપરનું પાણી સુકાઈ જાય.

પોલિથીન બેગમાં રાખો

પોલિથીન અથવા વેજીટેબલ બેગમાં ભીંડાને રાખી તેને ફ્રીજમાં રાખો. આ માટે પોલીથીનમાં રાખતા હોવ તો તેમાં 1-2 છિદ્રો કરો.

ન્યૂઝપેપર ફેલાવને મુકો

બાસ્કેટમાં ન્યૂઝપેપર ફેલાવી તેની ઉપર ભીંડા ગોઠવો. આનાથી, શાકભાજીમાંથી પાણી કાગળ જતું રહેશે અને ભીંડા તાજા રહેશે

ફળો સાથે ન રાખો

ભીંડાને કોઈપણ શાકભાજી અથવા ફળો સાથે ન રાખો, આના કારણે બંને વસ્તુઓ ઝડપથી બગડી શકે છે.

શાક બનાવી લો

ભીંડાને સમયસર તેને સમારીને તેનું શાક બનાવી લો. લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરવાથી તે જલદી બગડે છે.

દાળ હોય કે લોટ, જો તેને આ રીતે સ્ટોર કરશો તો તેમાં એક પણ જીવજંતુ નહી આવે