દાળ હોય કે લોટ, જો તેને આ રીતે સ્ટોર કરશો તો તેમાં એક પણ જીવજંતુ નહી આવે


By Smith Taral24, Apr 2024 05:52 PMgujaratijagran.com

આપણે રસોડામાં દાળ, લોટ, અનાજ વગેરે વસ્તુઓને કન્ટેનરમાં સંગ્રહી રાખતા હોય છે, અને તેની સાવચેતી રાખવા પણ અવનવા ઉપાયો અજમાવતા હોઈએ છે. આ સ્ટોરીમાં અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી તમે દાળ, લોટ જેવી ખાધ્યવસ્તુઓને જીવજંતુથી બચાવી શકો છો

ઘઉંના લોટમાં સૂકું લાલ મરચું નાખો

જો તમે ઘઉંનો લોટ સ્ટોર કરી રહ્યા હોવ તો તેમાં થોડા આખા સૂકા લાલ મરચા રાખો. આ તેમા જંતુઓ પડતા અટકાવશે

દાળ

આખા મગની દાળ અથવા મસૂર દાળને સ્ટોર કરવા માટે તેમાં થોડા સૂકા તમાલપત્ર ઉમેરો. આની ગંધથી જંતુઓને આવશે નહીં અને કઠોળ બચાવી રાખશે

ચોખાને આ રીતે સંગ્રહ કરો

દાંડી સાથે લીમડાના પાનને પાતળા કપડામાં બાંધી તેના ચોખાના કન્ટેનરમાં મુકી દો આના કારણે ચોખામાં જંતુઓ પ્રવેશતા નથી અને સુરક્ષિત રહે છે

લાલ મરચાના પાઉડર

લાલ મરચાના પાવડરને બગડતા અટકાવવા માટે તેમા હિંગના થોડા ટુકડા મુકી રાખો

પગની એડીના દુખાવાને મટાડવા, અપનાવો આ 7 ઘરેલું ઉપાય