નવરાત્રીના તહેવારમાં તમને રાજરાની પુરી સાથે શાક ખાવાનું મન થાય તો તમે બટેકાની સૂકી ભાજી બનાવી શકો છો.
બટાકા, આદુ-લીલા મરચાની પેસ્ટ, સીંગદાણાનો ભૂકો, જીરું, હળદર, મીઠા લીમડાના પાન, તેલ, લીંબુનો રસ, કોથમરી, મીઠું.
સૌપ્રથમ બટાકાને એક કૂકરમાં પાણી નાખીને 4-5 સીટી કરીને બાફીને બટાકાને બહાર કાઢી તેની છાલ ઉતારીને સમારી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હળદર, મીઠો લીમડો નાખીને સાંતળી લો.
હવે તેમાં સિંગદાણાનો ભૂકો, મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ નાખીને બે મિનિટ સાંતળો.
હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા નાખો અને મીઠું નાખીને ચમચા વડે બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં લીંબુનો રસ અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.