બૉલિવૂડ સ્ટાર કિડ્સ વેસ્ટર્ન જ નહીં પરંતુ ટ્રેડિશનલ આઉટફિટમાં પણ સુંદર લાગે છે. તો ચાલો આવો આજે આપણે સ્ટાર કિડ્સના સાડી લુક્સ પર એકનજર નાંખીએ
જ્હાનવી કપૂરે બૉલિવૂડમાં ડેબ્યૂ કરી લીધુ છે. એક્ટ્રેસ સાડી લૂકમાં કહેર મચાવી રહી છે.
સ્ટાર કિડ્સ અનન્યા પાંડે સાડી પહેરીને ટ્રેડિશનલ લુકમાં બૉલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને મ્હાત આપી રહી છે
જ્હાનવીની નાની સિસ્ટર ખુશી કપૂર પણ ગ્લેમરસ મામલે મોટી બહેનને કાંટાની ટક્કર આપી રહી છે. ખુશી કપૂર પણ જલ્દી બૉલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
બૉલિવૂડના કિંગખાનની લાડલી સુહાના ખાન સાડી લુક્સમાં સુંદર તેમજ ચાર્મિંગ લાગી રહી છે.
શનાયા કપૂર પોતાના ગોર્જિયસ લુક્સને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. જો કે ફેન્સને તેનો ટ્રેડિશનલ લુક્સ પણ એટલો જ પસંદ પડે છે
અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી સારા અલી ખાન ટ્રેડિશનલ આઉટફિટમાં પણ બલાની સુંદર લાગી રહી છે.
કાજોલની દીકરી ન્યાસા અવારનવાર પાર્ટીને લઈને ચર્ચામાં રહે છે. ન્યાસા વેસ્ટર્ન આઉટફિટમાં તો સુંદર લાગે જ છે, પણ આ સાથે જ ટ્રેડિશનલમાં પણ તે એટલી જ બ્યૂટીફૂલ લાગે છે.